વિશ્વ કપનાં ભવિષ્યવેત્તા પ્રાણીઓ

Translated into Gujarati (Original version)


તમને પાઉલ, ઓક્ટોપસ યાદ છે? જર્મનીની સ્પર્ધાઓના વિજેતાનું અનુમાન કરી શકવા સમર્થ હોવાથી તે  2010 વિશ્વ કપનો પ્રિયપાત્ર હતો. તેણે અંતિમ સ્પર્ધાના વિજેતાનું અનુમાન પણ લગાવ્યું હતું. તેની કારકિર્દી યુરો 2008 સાથે શરૂ થઈ હતી, અને તેને 13 મેચોમાંથી 11માં  સાચી આગાહી કરવાનું ચાલુ રાખતા જોયો. પ્રત્યેક મેચમાં સામેલ દરેક ટીમના રાષ્ટ્રીય ધ્વજવાળાં ભોજન રાખેલાં બે  ખોખાંઓ વચ્ચે તે પસંદ કરતો. કમનસીબે,  2010 ના અંતમાં તે મૃત્યુ પામ્યો.

પાઉલ એકલો ન હતો. એક મગર, હેરીએ પણ 2010 ના વિશ્વ કપ વિજેતાનું અનુમાન લગાવ્યું હતું. તદુપરાંત, તે સતત બે ઓસ્ટ્રેલિયન સમવાયી ચૂંટણી પરિણામોની આગાહી  કરી શક્યો હતો. તેમ છતાં, તેની પાસે જર્મન અષ્ટપાદ જેટલી પ્રીતીપાત્રતા ક્યારેય ન હતી. મણિ, સિંગાપુરનો એક પોપટ જેણે 2010ની તમામ ક્વાટર્સ અને સેમિ-ફાઇનલ્સનું અનુમાન કર્યું હતું, તે પણ ન તો એટલું સારૂં કરી શક્યો, કેમ કે અંતિમ મેચમાં સ્પેન અને નેધરલેન્ડ વચ્ચે કોણ જીતી જશે એનું અનુમાન કરવામાં તે નિષ્ફળ રહ્યો હતો.

પાઉલની અકાળે વિદાયથી, તેનો મુગટ કોણ લેશે કરશે તે વાત પર મોટી હરીફાઈ થઈ રહી છે. યુરો 2012 દરમિયાન, ત્રણ પ્રાણીઓ આ સ્પર્ધા રમતાં હતાં: ક્રેકો, પોલેન્ડમાં એક પ્રાણી સંગ્રહાલયમાં રહેતો એક ભારતીય હાથી, સીત્તા. ફ્રેડ, યુક્રેનિયન ધ્રુવબિલાડી જેને ટ્વિટર પર અનુસરી શકાય છે. અને ફંટીક, એક પાળેલું યુક્રેનિયન સત્યવક્તા ભુંડ 3 માંથી 2 સ્પર્ધાઓની સચોટ આગાહી કરવામાં સમર્થ રહ્યું.

આગામી વિશ્વ કપ દરમિયાન અષ્ટપાદ પાઉલનું સ્થાન કોણ લેશે? શું તે સેન્ટ પીટર્સ સ્ક્વેરમાં પોપ ફ્રાંસિસનાં આશીર્વાદ પામેલો પોપટ હશે, જે હાલમાં ઇટાલિયન રાષ્ટ્રીય જાહેર પ્રસારણકર્તાનું પ્રિયપાત્ર છે? કે પછી તે નેલ્લી, એક જર્મન હાથી હશે જેણે આજ સુધીમાં 33 માંથી 30 સ્પર્ધાઓનાં પરિણામોની સચોટ આગાહી કરી છે? અને અવશ્યપણે, ચીની રાજમાધ્યમો દ્વારા સમર્થિત પાન્ડાના બચ્ચાની અતીન્દ્રિય શક્તિઓ ઓછી આંકશો નહીં.

આમોરે ('પ્રેમ' માટેનો ઇટાલિયન શબ્દ) નામનો ઇટાલિયન પોપટ એક અલ્પાકૃતિ ફૂટબોલ મેદાન પર વિજયી  ટુકડીની ધજા ચૂંટીને  પોતાની આગાહી રજુ કરશે. તેની સામે મુકેલી હરીફ દેશોનાં ધ્વજવાળી જાળીઓમાંથી કોઈપણ એકમાં બૉલને ઠેસ મારીને નેલ્લી વિજેતાઓની આગાહી કરવાનું વધુ પસંદ કરે છે. તેનાથી વિપરીત, પાન્ડાનું બચ્ચું  જૂથ હરીફાઈઓ દરમિયાન ધ્વજાઓની નિશાનીવાળા ખોખાંઓમાંથી ખોરાક ઉપાડીને તથા સ્પર્ધાબહાર કરવાની રમતના ફેરાઓમાં એક ધ્વજ ફરકાવતા એક ઝાડ પર ચઢીને મેચના નિષ્કર્ષની અટકળ કરશે.

તમારી પાસે પાળેલું પ્રાણી છે?
શું તે અથવા તેણી આનાથી સારૂં કરી શકવા સક્ષમ હશે? કેવી રીતે?
તેમને એવો એક પ્રયત્ન તો કરવા દો!

by Vimal Naik

29 Votes
#184 of #1440 in the World
#2 of #3 for GujaratiGo to the ranking page for Gujarati

Can you translate better?

Join the challenge