વર્લ્ડ કપ ઓરેકલ્સ

Translated into Gujarati (Original version)


તમને પાઉલ, ઓક્ટોપસ યાદ છે? તે જર્મનીની મેચના વિજેતાનું અનુમાન કરવા માટે સક્ષમ હોવાથી, 2010 વિશ્વકપના સ્ટાર હતા. તેમણે અંતિમ વિજેતા અનુમાન લગાવ્યું હતું. તેની કારકિર્દી યુરો 2008 સાથે શરૂ થઈ હતી, અને તેને યોગ્ય રીતે 13 મેચોમાંથી 11 પર સાચી આગાહી કરતા જોવામાં આવ્યા હતા. તેણે દરેક મેચમાં સામેલ પ્રત્યેક  ટીમના રાષ્ટ્રીય ધ્વજ સાથે ખોરાકને સમાવતા બે બોક્સ વચ્ચે પસંદગી કરવાની હતી. કમનસીબે,  2010 ના અંતમાં તેઓ મૃત્યુ પામ્‍યા હતા.

પૉલ એકલા ન હતા. જો કે હેરી, એક મગરે પણ 2010 ના વિશ્વ કપ વિજેતાનું અનુમાન લગાવ્યું હતું. તદુપરાંત, તે સતત બે ઓસ્ટ્રેલિયન ફેડરલ ચૂંટણી પરિણામોની આગાહી કરવામાં પણ સક્ષમ રહ્યો હતો. તથાપિ, તે જર્મન ઓક્ટોપસ જેટલી અપીલ ધરાવતો ન હતો. ન તો મણિ, એક સિંગાપુરનો પોપટ એટલું સારૂં કરી શક્યો હતો, જેણે 2010ની તમામ ક્વાટર્સ અને સેમિ-ફાઇનલ્સનું અનુમાન કર્યું હતું, કારણ કે તે એ અનુમાન કરવામાં નિષ્ફળ રહ્યો હતો કે અંતિમ મેચમાં સ્પેન અને નેધરલેન્ડ વચ્ચે કોણ સફળ રહેશે.

પૉલની અકાળે વિદાયથી, તેનું સ્થાન કોણ ગ્રહણ કરશે તે અંગે મોટી સ્પર્ધા છે. યુરો 2012 દરમિયાન, ત્રણ પ્રાણીઓ આ રમતને રમતા હતા: ક્રેકો, પોલેન્ડના એક પ્રાણી સંગ્રહાલયમાં રહેતો એક ભારતીય હાથી, સિતા હતો. ફ્રેડ, એક યુક્રેનિયન ધ્રુવિય બિલાડી જેને Twitter પર અનુસરી શકાય છે. અને ફનટિક, યુક્રેનિયન જ્યોતિષ સુઅર જે 3 માંથી 2 મેચની સાચી આગાહી કરવામાં સમર્થ રહ્યું હતું.

આગામી વિશ્વ કપ દરમિયાન પૉલ ઓક્ટોપસનું સ્થાન કોણ લેશે? શું તે સેન્ટ પીટર્સ સ્ક્વેરમાં પોપ ફ્રાંસિસ દ્વારા આશીર્વાદ પ્રાપ્ત પોપટ હશે જે હવે ઇટાલિયન રાષ્ટ્રીય જાહેર પ્રસારણકર્તાનો સ્ટાર છે? કે પછી તે નેલી, એક જર્મન હાથી હશે, જેણે આજ સુધીમાં 33 મેચમાંથી 30ના પરિણામોની સાચી આગાહી કરી છે? અને અલબત્ત, ચીની રાષ્ટ્રીય મીડિયા દ્વારા આધારભૂત પાન્ડાના બચ્ચાની માનસિક શક્તિ ઓછી અંદાજશો નહીં.

ઍમોર નામનો ઇટાલિયન પોપટ (પ્રેમ માટેનો ઇટાલિયન શબ્દ) એક નાના નમૂનારૂપ ફૂટબોલ મેદાન પર વિજેતા બનનાર ટીમના ધ્વજની પસંદગી કરીને તેની આગાહી કરશે. નેલી સ્પર્ધક દેશોની સામે મૂકવામાં આવેલા તેમના ધ્વજ સાથેની બે નેટ્સમાંથી એક તરફ બૉલને લાત મારીને વિજેતાની આગાહી કરવાનું પસંદ કરે છે. તેનાં બદલે, પાન્ડાનું બચ્ચું  જૂથ મેચ દરમિયાન ધ્વજોની નિશાની કરેલા બોક્સમાંથી ખોરાકને ઉપાડીને અને નૉક-આઉટ રાઉન્ડ્સ વખતે ઝાડ પર ચઢીને ધ્વજ ફરકાવીને મેચના પરિણામની આગાહી કરશે.

શું તમે એક પાળેલું જાનવર ધરાવો છો?
શું તે અથવા તેણી વધુ સારૂં કરવા માટે સમર્થ હશે? કેવી રીતે?
તે તેમને નક્કી કરવા દો!

by Rasiklal Patel

0 Votes
#949 of #1440 in the World
#3 of #3 for Gujarati



Go to the ranking page for Gujarati

Can you translate better?

Join the challenge